ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો ભીખુભાઈ વારોતરીયા, લલીતભાઈ વસોયા, દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં લીલીયા, સાવરકુંડલા અને રાજુલામાં ‘સંગઠન સૃજન અભિયાન’ અંતર્ગત અગત્યની બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત સહિત પૂર્વ પ્રમુખો અને અગ્રણીઓ (ડી.કે. રૈયાણી, ઠાકરશીભાઇ મેતલીયા, વલ્લભભાઇ ઝીંઝૂવાડિયા, નરેશદાદા અધ્યારુ, મનીષભાઈ ભંડેરી, સંદીપ પંડ્‌યા, અર્જુનભાઈ સોસા)ની આગેવાની રહી. આગામી ચૂંટણીને ધ્યાને લઈને સંગઠનને તાલુકાવાર મજબૂત કરવા પર ભાર મૂકાયો. પ્રભારી મંત્રીએ આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં વિજય મેળવે તે માટે આયોજન કરવાની વાત કરી હતી.