લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના સ્થાપક, તેજ પ્રતાપ યાદવે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું. સોમવારે, તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ‘રામ વિરોધી’ છે અને દરેક પગલે રામ, કૃષ્ણ અને મહાદેવનું અપમાન કર્યું છે. તેઓ ભાજપના નેતા ગિરિરાજ સિંહના મનરેગાનું નામ બદલીને વીબી-જી રામજી એક્ટ રાખવાના કોંગ્રેસના વિરોધની ટીકા કરતા નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા, તેજ પ્રતાપ યાદવે કહ્યું, “ગિરિરાજ જી બિલકુલ સાચા છે. તેઓ (કોંગ્રેસ) રામ વિરોધી છે. તેમણે દરેક પગલે રામ, કૃષ્ણ અને મહાદેવનું અપમાન કર્યું છે.”
તાજેતરમાં, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વીબી-જી રામજી યોજનાનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે પાર્ટીને પહેલમાં ભગવાન રામનું નામ સામેલ કરવામાં સમસ્યા છે. ગિરિરાજ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, તેજ પ્રતાપ યાદવે કહ્યું, “કોંગ્રેસના નેતાઓ કપાળ પર ચંદનનું તિલક નથી લગાવતા. તેમને લગાવવું જાઈએ.” જાકે, તેમણે એમ પણ કહ્યું કે તમામ જાતિઓ, સમુદાયો અને ધર્મોનું સન્માન કરવું જાઈએ, કારણ કે હિન્દુઓ, મુસ્લીમો, શીખો અને ખ્રિસ્તીઓ બધા ભાઈઓ છે.
તેજ પ્રતાપ યાદવે ઉત્તરાખંડના મંત્રીના પતિ ગિરધારી લાલ સાહુ દ્વારા બિહારની મહિલાઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું, “તેમનો પક્ષ આનો સખત વિરોધ કરે છે. બિહારની મહિલાઓ વિરુદ્ધ આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનારાઓને દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો જાઈએ.” તેજ પ્રતાપ યાદવે કહ્યું કે આ કિસ્સામાં માત્ર માફી માંગવી પૂરતી નથી. તેમણે પૂછ્યું, “તે કોની પાસે માફી માંગશે? શું બિહારની દીકરીઓએ તેમને માફ કરી દીધા છે?” તેમણે આગ્રહ કર્યો કે જા તેમને માફી માંગવી જ પડે, તો તેમણે બિહાર આવવું જાઈએ.