કોંગ્રેસની સભામાં પીએમ મોદીને અપશબ્દો કહેવાના કેસમાં દરભંગા પોલીસે રિઝવી ઉર્ફે રાજાની ધરપકડ કરી છે. દરભંગાના અતરબેલમાં રેલી દરમિયાન, મંચ પરથી વડા પ્રધાન મોદીને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન યુથ કોંગ્રેસ સાથે જાડાયેલા મોહમ્મદ નૌશાદ દ્વારા કરવામાં આવ્યું હતું. હોબાળા પછી, નૌશાદે માફી માંગી. તેમનું કહેવું છે કે કોઈ બહારના વ્યક્તિએ મંચ પરથી પીએમ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
પીએમ મોદીને અપશબ્દો કહેવાની ઘટના બાદ, ભાજપના એક પ્રતિનિધિમંડળે દરભંગાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો કથિત રીતે દરભંગા જિલ્લાનો છે, જ્યાંથી બુધવારે સવારે યાત્રા શરૂ થઈ હતી, જ્યારે રાહુલ ગાંધી, તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવ મોટરસાયકલ પર મુઝફ્ફરપુર જવા રવાના થયા હતા.
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું. નડ્ડાએ એક વીડિયો સંદેશ બહાર પાડ્યો જેમાં ગાંધી અને તેજસ્વી યાદવને “બે બગડેલા રાજકુમારો” ગણાવ્યા જેમણે બિહાર અને તેની સંસ્કૃતિને બદનામ કરી છે. ભાજપ પ્રમુખે કહ્યું કે બંને નેતાઓએ દેશની માફી માંગવી જાઈએ. સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ સામે આવી છે જેમાં યાત્રા દરમિયાન સ્ટેજ પરથી કેટલાક અજાણ્યા લોકોને મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરતા સાંભળી શકાય છે.
આ બાબતે, ડેપ્યુટી સીએમ અને ભૂતપૂર્વ ભાજપ બિહાર એકમના પ્રમુખ સમ્રાટ ચૌધરીએ કહ્યું, “ભીડનું વર્તન ઇત્નડ્ઢના ગુંડાગીરી જેવું હતું. અને કોંગ્રેસ સત્તાની આંધળી ઇચ્છામાં બેકાબૂ વર્તન સહન કરે છે.” આ વીડિયો ક્લિપ એક નાના સ્ટેજની છે જેના પર કોઈ અગ્રણી નેતા હાજર નહોતા, પરંતુ એક વ્યક્તિ માઈક પર અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો, જે સાંભળી શકાતો હતો પણ જાઈ શકાતો નહોતો અને ત્યાં ઉભેલા લોકોએ આ વ્યક્તિને ઠપકો આપ્યો હતો.