સાવરકુંડલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૨૫નું આયોજન કે.કે. હાઈસ્કૂલના યજમાનપદે તારીખ ૬ નવેમ્બર થી ૧૧ નવેમ્બર સુધી કરવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભમાં સાવરકુંડલા તાલુકાની ઘણી બધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ચેસ, યોગ, રસ્સાખેંચ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો અને એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનું આયોજન થયું હતું. ખેલ મહાકુંભના કન્વીનર તરીકે શાળાના વ્યાયામ શિક્ષક વિપુલભાઈ દવેએ મહ¥વની ભૂમિકા ભજવી હતી, જ્યારે સાવરકુંડલા તાલુકાના વ્યાયામ શિક્ષક મિત્રોએ રેફરી તરીકે ઉમદા કામગીરી બજાવી હતી. સમગ્ર સ્પર્ધા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. આ ઉમદા કામગીરી બદલ શાળાના પ્રિન્સિપાલ અને સમગ્ર ખેલ મહાકુંભના સંચાલક ચેતનભાઇ ગુજરીયાએ શાળાના વ્યાયામ શિક્ષક, ખેલ સહાયક મિત્રોને આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.