જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કળિયુગનો સૌથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સગા પિતા દ્વારા પુત્રી પર પાછલા ૧૧ વર્ષથી દુષ્કર્મ આચરાતું હોવાનો બનાવ સામે આવ્યો છે. અંતે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ તેની માતા અને પરિવારના અન્ય સભ્યોને સાથે રાખીને કેશોદ પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ફરાર પિતાને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ તાલુકામાં આજે કળિયુગની પરાકાષ્ઠા સમાન સૌથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કેશોદ તાલુકાના એક ગામની ૨૨ વર્ષની યુવતીએ તેની માતા બહેન અને પરિવારના અન્ય સભ્યોને સાથે રાખીને તેના સગા પિતા દ્વારા પાછલા અગિયાર વર્ષથી યુવતીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવવાની ફરિયાદ નોંધાવવામાં આવતા કેશોદ પોલીસ પણ આઘાત સાથે ચોંકી ગઈ હતી.