અમરેલીના કેરાળા (વિરડીયા) ગામે રહેતા જીગ્નેશ ઉર્ફે સુરાગભાઈ રવજીભાઈ બગડા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમને દારૂ પીવાનની ટેવ હતી. દારૂની બગસરાથી ચાર-પાંચ કોથળી લાવતા હતા. જેથી બીટ જમાદાર મનિષભાઇ એ.એસ.આઇ. તથા વિપુલભાઇ શિયાળ પોલીસ કોન્સ્ટેબલ બંને અવાર નવાર ઉપર વોચ રાખતા હતા અને પોલીસ સ્ટેશને આવવાનું કહેતા હતા. જેથી લાગી આવતા ઘાસમાં છાંટવાની ઝેરી દવા પોતાની મેળે પી લીધી હતી અને સારવારમાં ખસેડ્‌યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે કે પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.