સાવરકુંડલાના કેરાળા ગામે રહેતા એક યુવકે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરતાં અમરેલી સાયબર ક્રાઈમે તેની સામે કાર્યવાહી કરી હતી. શકદાર ચિરાગભાઇ મનસુખભાઇ બાવળીયા (ઉ.વ.૨૦ રહે.કેરાળા તા.સાવરકુંડલા)એ તેના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ મારફત ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ફાઇલ અપલોડ કરી હતી. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આસિફભાઈ જમાલભાઈ ગોરી વધુ તપાસ કરી રહ્યા છે.