કેરળમાં આરએસએસ ગીતને લઈને રાજકારણ ફાટી નીકળ્યું છે. રાજ્ય સરકાર તેને રેલવે અધિકારીઓનું ષડયંત્ર ગણાવી રહી છે. પરિણામે, કેરળ સરકારે એર્નાકુલમથી બેંગલુરુ જતી વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન પછી ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગીત ગાવા માટેના દક્ષિણ રેલવેના કથિત પગલાની તપાસના આદેશ આપ્યા છે. જાકે, કેન્દ્રીય મંત્રીઓએ આ ઘટનાને યોગ્ય ઠેરવીને કહ્યું છે કે તે દેશભક્તિ ગીત છે. કેરળના સામાન્ય શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીએ જાહેર સૂચના નિયામકને તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, શિવનકુટ્ટીએ કહ્યું કે સરકાર આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. દરમિયાન, શાળાના આચાર્ય પણ બાળકોના સમર્થનમાં બહાર આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટનના થોડા સમય પછી, દક્ષિણ રેલવેએ ટ્રેનમાં વિદ્યાર્થીઓ દ્વારા આરએસએસ ગીત ગાતા હોવાનો એક કથિત વીડિયો શેર કર્યો. જાકે, ટ્રોલ થયા પછી, આ વીડિયો દૂર કરવામાં આવ્યો અને પછી અંગ્રેજી અનુવાદ સાથે ફરીથી શેર કરવામાં આવ્યો.આ દરમિયાન, ગીતને યોગ્ય ઠેરવતા, એલામક્કારામાં સરસ્વતી વિદ્યાનિકેતન પબ્લીક સ્કૂલના આચાર્ય ડિન્ટો કે.પી.એ તેને દેશભક્તિ ગીત ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ગીત દક્ષિણ રેલ્વે દ્વારા નિર્દેશિત ન હતું, પરંતુ બાળકોએ તેને મલયાલમ દેશભક્તિ ગીત તરીકે ગાવાનું પસંદ કર્યું. આચાર્યએ એ પણ સ્વીકાર્યું કે દક્ષિણ રેલ્વેના ઠ હેન્ડલ પરથી ગીતનો વીડિયો દૂર કરવામાં આવતા વિવાદ ઉભો થયો, શાળા વહીવટીતંત્રે વડા પ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય રેલ્વે પ્રધાનને પત્રો મોકલ્યા. તેમણે કહ્યું, “અમને ખબર નથી કે રાજ્યના શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસનો આદેશ કેમ આપ્યો. જા સામાન્ય શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે, તો અમે કાનૂની ઉપાય પર વિચાર કરીશું.”








































