ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્ય સરકારના કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે કેબિનેટના વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.સૌથી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી. બંને વચ્ચે રાજ્યના વિવિધ વિકાસકાર્યો તેમજ પ્રશાસનિક બાબતો અંગે ચર્ચા થયાની માહિતી મળી છે.આ બાદ મુખ્યમંત્રી અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે પણ મળી રાજ્યના વહીવટી કાર્યોની સમીક્ષા કરી. બેઠક દરમિયાન આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો અને વિકાસયોજનાઓની અમલવારી અંગે પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.