બાબરાના અમરાપરા ગામે કેબલ વાયર નાખવા બાબતે થયેલી બોલાચાલીથી માઠું લાગી આવતા એક મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે અશોકભાઇ રામભાઇ વાઘેલા (ઉ.વ. ૩૮) એ પોલીસને જાણ કરી હતી. પોલીસ જાહેરનામા મુજબ, અશોકભાઇને તેમના ભાઇ સાથે કેબલ વાયર નાખવા બાબતે ઝઘડો
થયો હતો. આ વાતનું સોનલબેન અશોકભાઇ વાઘેલા (ઉ.વ. ૩૫) ને લાગી આવતા તેમણે ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે તેમનું મૃત્યુ
નિપજ્યું હતું.








































