કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનના ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદનો કાર્યકાળ ૨૪ મે ૨૦૨૫ પછી એક વર્ષ માટે લંબાવાયો છે. કેમ કે, આ પદ માટે નવી નિમણૂક કરવા માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ થોડા દિવસ પહેલા મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ શામેલ થયા હતા.

આ બેઠકમાં કેટલાક સિનિયર આઇપીએસ અધિકારીઓ અંગે વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પણ નિર્ણય લેવાયો નહોતો, જેથી કેન્દ્ર સરકારે હાલ  ડિરેક્ટર પ્રવિણ સુદનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો છે.