સુપ્રીમ કોર્ટે ૨૦૨૧માં ભૂતપૂર્વ લોકસભા સભ્ય મોહન ડેલકરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ નવ લોકો સામે નોંધાયેલી હ્લૈંઇ રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી તેમના પુત્રની અરજી ફગાવી દીધી. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ, બોમ્બે હાઈકોર્ટે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ સહિત નવ લોકો સામેનો કેસ રદ કર્યો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવના પ્રશાસક સહિત ૯ લોકો સામે નોંધાયેલ એફઆઇઆર રદ રહેશે.

૪ ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર આજ સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સીજેઆઈ બીઆર ગવઈ અને જસ્ટીસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિવંગત સાંસદના પુત્ર અભિનવ ડેલકર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરા, રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને કેટલાક આરોપીઓના વકીલ મહેશ જેઠમલાણીની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

બેન્ચે પક્ષકારોના વકીલોને ૮ ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે ભૂતપૂર્વ સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા કેસમાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક સહિત નવ લોકો સામે નોંધાયેલ હ્લૈંઇ રદ કરી હતી. આ હ્લૈંઇ દાદરા અને નગર હવેલીના સાત વખતના સાંસદ ડેલકરના મૃત્યુ પછી નોંધવામાં આવી હતી, જે ૨૦૨૧ માં મુંબઈની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ડેલકરની કથિત સુસાઇડ નોટમાં ઉત્પીડન અને ધાકધમકીનો ઉલ્લેખ હતો, જેના કારણે પોલીસે ટોચના અમલદારો અને રાજકીય વ્યક્તિઓ સહિત અનેક લોકો સામે કાર્યવાહી કરી હતી.

દાદરા અને નગર હવેલીના સાત વખતના સાંસદ ૫૮ વર્ષીય ડેલકરને ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કેસમાં, મુંબઈ પોલીસે માર્ચ ૨૦૨૧ માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત ૯ લોકો સામે કેસ નોંધ્યો હતો. ૨૦૨૨ માં, બોમ્બે હાઈકોર્ટે સાંસદ મોહન ડેલકરને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ સહિત ૯ લોકો સામે નોંધાયેલ એફઆઇઆર ફગાવી દીધી. હાઈકોર્ટે આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ સ્વીકારી અને કાયદાના દુરુપયોગને રોકવા માટે એફઆઇઆર રદ કરવા માટે યોગ્ય કેસ હોવાનું જણાયું.