મહેસાણા વિદેશ જવાની લાલચ ધરાવતા ગુજરાતીઓ માટે લાલબત્તી ધરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ન્યાયે મહેસાણામાં જિલ્લામાં વિદેશ જવાના નામે છેતરપિડીંનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.
મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામના રવિસિંહ ડાભી અને તેમની પત્ની ગાયત્રીના કેનેડા જવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. બે એજન્ટોએ કેનેડિયન પાસપોર્ટ અપાવવાના બહાને દંપતી પાસેથી ૨૫.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. વિઝા એજન્ટ તરીકે કામ કરતા તેમના સાળા સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
રવિસિંહ ડાભી અને તેમની પત્ની ગાયત્રી કેનેડા જવા માંગતા હતા. તેથી તેઓએ ગામમાં રહેતા કનકસિંહ રાણા સાથે વાત કરી. કનકસિંહે તેમના મિત્ર નિકુંજ વિનોદભાઈ શ્રીમાળીનો સંપર્ક કર્યો. નિકુંજભાઈએ જણાવ્યું કે તેઓ અને તેમના સાળા હરીશ દેવજીભાઈ પંડ્યા વિઝા એજન્ટ તરીકે કામ કરે છે. લગભગ બે વર્ષ પહેલાં, રવિસિંહ અને ગાયત્રી ગાંધીનગરના કુડાસણમાં ધ લેન્ડમાર્ક બિલ્ડીંગ સ્થિત ‘એજ ઇમિગ્રેશન’ ઓફિસમાં ગયા હતા. ત્યાં તેઓ હરીશભાઈ પંડ્યાને મળ્યા. તે સમયે નિકુંજ પણ તેમની સાથે હતો.
પહેલા ૭ લાખ રૂપિયા, દસ્તાવેજા અને પાસપોર્ટ આપવામાં આવ્યા હતા. બંને એજન્ટોએ કહ્યું હતું કે કેનેડિયન દંપતીના પીઆર વિઝાની કુલ કિંમત ૬૫ લાખ રૂપિયા હશે. દંપતી પહેલા ૭ લાખ રૂપિયા ચૂકવવા સંમત થયા હતા, ત્યારબાદ તેઓ સંમત થયા હતા. આ પછી, તેમણે એજન્ટોને તેમના દસ્તાવેજા અને બંનેના મૂળ પાસપોર્ટ આપ્યા હતા.
નિકુંજને ૧૨ લાખ રૂપિયા અને હરીશને ૧૪.૦૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ દંપતીએ જુદા જુદા સમયે કુલ ૨૫.૦૫ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જેમાંથી ૧૨ લાખ રૂપિયા નિકુંજને અને ૧૪.૦૫ લાખ રૂપિયા હરીશભાઈને આપવામાં આવ્યા હતા. બંને એજન્ટોએ જામીન કરાર પર પણ સહી કરી હતી. તેઓએ પૈસા પરત કર્યા ન હતા અને ખોટા વચનો આપતા રહ્યા હતા. પરંતુ ઘણા સમય સુધી એજન્ટોએ કેનેડાના વિઝા પર કામ ન કર્યું અને પૈસા પરત ન કર્યા અને ખોટા વચનો આપતા રહ્યા. આખરે જ્યારે દંપતીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે હરીશભાઈએ રવિસિંહનો પાસપોર્ટ અને ૨૫,૦૦૦ રૂપિયા પરત કર્યા. પરંતુ ગાયત્રીનો અસલ પાસપોર્ટ અને બાકીના ૨૫.૮૦ લાખ રૂપિયા આજ સુધી પરત કરવામાં આવ્યા નથી. આ મામલે બંને એજન્ટો સામે કેસ નોંધવામાં આવ્યો છે.