અમરેલીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ૭ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ડો. મિનાક્ષી કે. બારીયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ નિમિત્તે આયોજિત નારી શક્તિ મહોત્સવ ૨૦૨૬ દરમિયાન “મજબૂત મહિલા, મજબુત રાષ્ટ્ર” વિષય પર વ્યાખ્યાન ડો. મિનાક્ષી કે. બારીયા દ્વારા આપવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઇનર વ્હીલ ક્લબના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લગભગ ૨૦૦ મહિલાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. સાથે સાથે કે. વી. કે. વૈજ્ઞાનિક ડો. નેહાબેન તિવારી દ્રારા કાર્યક્રમની ઉજવણી માટે ઓફ કેમ્પસ તાલીમ ગોઠવામાં આવી હતી, જેનો વિષય કૃષિમાં મહિલા નેતૃત્વ ઉદ્યોગ સાહસિકતા સમાનતા અને સશક્તિકરણ હતો. આ તાલીમ સણોસરા ગામ ખાતે રાખવામાં આવી જેમાં ૫૦ કરતાં વધારે ખેડૂત બહેનોએ ભાગ લીધેલ હતો.