કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)), કોડીનાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમગ્ર દેશના ખેડૂતોને સંબોધન કરતું જીવંત પ્રસારણ યોજવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પુસા ખાતેથી ‘ધન ધાન્ય કૃષિ યોજના’ અને ‘રાષ્ટ્રીય કઠોળ મિશન’નું લોકાર્પણ કર્યું હતું, જેની જાહેરાત વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ૧૦,૦૦૦ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)માં ૫૦ લાખ ખેડૂત સભાસદોનો સીમાચિહ્ન હાંસલ કરવાની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. જેમાં ૧ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા ૧૧૦૦ થી વધુ (FPO)ની સ્વીકૃતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન હેઠળ ૧ લાખથી વધુ ખેડૂતોની નોંધપાત્ર સિદ્ધિઓની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ જીવંત પ્રસારણ કાર્યક્રમમાં કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના ઉદ્‌બોધનનું પણ પ્રસારણ યોજાયું હતું. જેમાં ઉમાશંકર ચૌધરી (C.P.M-એસીલ., અંબુજાનગર), દેવેન્દ્ર ચૌહાણ (એન્વાયર્મેન્ટ હેડ, અંબુજાનગર), ડી.બી. વઘાસિયા (જનરલ મેનેજર, અંબુજા ફાઉન્ડેશન), ડો. પુષ્પકાન્ત સ્વર્ણકાર (પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ગીર સોમનાથ) સહિત વિવિધ વિભાગના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.