કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), અમરેલી દ્વારા તા. ૧૪-૧૧-૨૦૨૫ના રોજ F.Y.B.ed.ના વિદ્યાર્થીઓને કૃષિ સબંધિત વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કૃષિ સંબંધિત વિશેષ માર્ગદર્શન તથા હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ જાણવાનો હતો. આ કાર્યક્રમમાં કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડા. મીનાક્ષી કે. બારીયા, ડા. નેહા તિવારી (ગૃહ વિજ્ઞાન), ડા. શ્વેતા એ. પટેલ (સશ્ય વિજ્ઞાન) તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધિકારી લેખાબેન અને ૩૫ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડા. મીનાક્ષી કે. બારીયાએ કેવીકેની કામગીરી વિશે, પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જમીન તથા પાણીના પૃથ્થકરણ માટે નમૂના કેવી રીતે લેવા તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ડા. નેહા તિવારીએ અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો વિશે તથા મિલેટ્‌સ પાકો કેમ ભોજનમાં ઉમેરવા જોઈએ એ વિશે ચર્ચા કરી. ડા. શ્વેતા એ. પટેલે ખેતીમાં વધતા ખર્ચ અને પ્રાકૃતિક ખેતીના આયામો વિશે સમજણ આપી હતી.