જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા મહિલાઓ માટે એક ખાસ ‘ઓફ કેમ્પસ’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં અમરેલી જિલ્લાના બાબાપુર ગામની ૪૮થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળ વિકાસ માટેની સરકારી યોજનાઓની માહિતી આપવા ઉપરાંત, તેમને બેકરીની વિવિધ વાનગીઓ જેવી કે બિસ્કિટ, કેક, પફ અને પિઝાના રોટલા ઘરે કેવી રીતે બનાવી શકાય તે શીખવવાનો હતો. આ સાથે જ, આ વાનગીઓને વેચીને આર્થિક કમાણી કેવી રીતે કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.