જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા તા. ૧૯મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ NMOOP પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે જુદા જુદા ગામોની મુલાકાત લેવામાં આવી હતી. ટીમે પીઠવડી, રૂગનાથપુર, હેમાળ અને ઈંગોરાળા ગામના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને નિદર્શન માટે આપવામાં આવેલ. મગફળીના જીજેજી-૩૨ બિયારણ અને જૈવિક કલ્ચર (પીએસબી કલ્ચર), બ્યુવેરિયા અને ટ્રાઇકોડર્મા પાવડરના પરિણામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે, વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આ તબક્કે વિશેષ માર્ગદર્શન પણ પૂરું પાડ્‌યું હતું. આ ઉપરાંત, દિવેલાની જીસીએચ-૯ અને સોયાબીનની જીજેએસ-૪ વેરાયટીના ખેતરોની પણ મુલાકાત લેવામાં આવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. મીનાક્ષી કે. બારીયા, વૈજ્ઞાનિક ડો. વી.એસ. પરમાર અને ડો. શ્વેતાબેન એ. પટેલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.