રિમોટ સેન્સિંગ એટલે શું ?
રિમોટ સેન્સિંગ (દુરસંવેદન) એ એક વિસ્તારની ભૌતિક લાક્ષણિકતાઓ જેમ કે કોઈપણ પદાર્થ કે ઘટના સાથે સિધા સંપર્કમાં આવ્યા સિવાય દુરથી કોઈ ઉપકરણની મદદ વડે તે પદાર્થ કે ઘટનાના ગુણધર્મોની માહિતી મેળવવાની પદ્વતિ ને રિમોટ સેન્સિંગ (દુરસંવેદન) પદ્વતિ કહેવામાં આવે છે. ખાસ પ્રકારના કેમેરા રિમોટથી સેન્સ્ડ આકૃતિને એકત્રિત કરે છે. વર્તમાન સમયમાં રિમોટ સેન્સિંગ શબ્દ સામાન્ય રીતે પૃથ્વી પરની વસ્તુઓ શોધવા અને તેનું વર્ગીકરણ કરવા માટે માત્ર ઉપગ્રહો અથવા એરક્રાફટ આધારીત સેન્સર ટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. પરિણામે માપન કરેલા કિરણોત્સર્ગનું પૃથ્થકરણ કરવાથી જમીનના ગુણધર્મો અને પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા મળે છે. જે વિવિધ પ્રકારની જમીનના તફાવતની સમીક્ષા કરે છે. અસરકારક જમીનના ઉપયોગમાં આયોજન માટે વિવિધ માપદંડો માટીના નકશાની જરૂર પડે છે. રિમોટ સેન્સિંગ ઉપગ્રહો નીચે દર્શાવેલ માહિતી મેળવવા માટે ઉપયોગી છેઃ
• પૃથ્વીના પેટાળમાં રહેલાં ખનિજોનો અંદાજ તેમજ વનાઅચ્છાદનમાં થતી વધઘટનો અંદાજ મેળવી શકાય છે.
• જળસંપત્તિ વ્યવસ્થાપન,
કૃષિવિષયક પાકોની ઊપજનો અંદાજ તેમજ ખેતરોના પાકમાં લાગુ પડેલ રોગ અને તેના ફેલાવાનો વિસ્તાર જાણી શકાય છે.
• હવામાન સંબંધિત માહિતી મેળવી તે પરથી અતિવૃષ્ટિ કે અછતની પરિસ્થિતિનો અભ્યાસ કરી અનુમાન મેળવી શકાય છે.
• સમુદ્રની સપાટીનું તાપમાન-વિતરણ જાણવાથી માછલીઓના વસવાટ વિશે તેમજ સામુદ્રિક વનસ્પતિ વિશે માહિતી પ્રાપ્ત થાય છે.
• આ પ્રકારના ઉપગ્રહ વડે પૃથ્વીની સપાટી તથા દરિયાઈ સંપત્તિનું સર્વગ્રાહી નિરીક્ષણ કરી શકાય છે. (ક્રમશઃ)