રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક મોટી કામગીરી કરશે.  આક્રમક અને રખડતા કૂતરા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે અને જાહેરમાં ભોજન આપતા લોકોને હવે દંડ ફટકારશે. જો કોઈ પશુને જાહેરમાં ભોજન કરાવશે તો રુ. ૨૦૦ દંડ ફટકારવામાં આવશે. એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ  ઇન્ડિયાનાં આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે.આ મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, ૨૦૨૩ સમગ્ર શહેરી વિસ્તાર માટે પ્રસિદ્ધ થયેલ છે. જે મુજબ કુતરાનું રસીકરણ અને ખસીકરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯ પહેલાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુતરાઓની રસીકરણ અને ખશીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં અમદાવાદ શહેરમાં આશરે ૨.૧૦ લાખ સ્ટ્રીટ ડોગ અને પચાસ હજાર જેટલા પેટ ડોગ છે. જેમાંથી અત્યાર સુધી ૧૮,૪૩૦ થી વધુ પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવી ચૂક્યું છે. પેટ ડોગ રજીસ્ટ્રેશનનું કામ જાન્યુઆરી ૨૦૨૫ થી શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વસ્ત્રલમાં ૨૦૦ ડોગ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબામાં પણ ૨૦૦ ડોગ સેન્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે.હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ગાઈડલાઈન અથવા ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે, એ મુજબ ભારત સરકારના એનિમલ બર્થ કંટ્રોલ ઓફ ઇÂન્ડયા અને પશુપાલન વિભાગ શહેરી વિસ્તારમાં કઈ પ્રમાણે કામગીરી કરવાની છે એની ગાઈડલાઈન અને પરિપત્ર આપશે. જેના મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કામગીરી કરશે.એનિમલ બર્થ કંટ્રોલની જાગવાઈમાની એક જાગવાઈ ફીડિંગ પોઇન્ટ એટલે કે કૂતરાને ભોજન આપવાની જગ્યા અંગે છે. કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે કૂતરાને જાહેરમાં ભોજન આપવું એ પણ દંડનીય ગુનો છે. જાહેરમાં કોઈને તકલીફ પડે એવી જગ્યા ઉપર ફીડિંગ ન કરાવવું જાઈએ. એનિમલને જાહેરમાં ભોજન કરાવે તો ૨૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે.