ધારી – કોડીનાર રોડ પરના કુબડા ગામ પાસેના પીલુકીયા નદી પરનો બ્રિજ જર્જરિત છે, વાહનચાલકોએ સલામતીના ભાગરુપે વૈકલ્પિક રુટ પરથી પસાર થવું. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે.ધારી તાલુકામાં, ધારી – દલખાણીયા વચ્ચે આવેલા અમરેલી – ધારી – કોડીનાર રોડ (સ્ટેટ હાઇવે- ૩૩) પીલુકીયા નદી પરના પીલુકીયા બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો, થ્રી તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે, વાહનોની અવરજવર માટે રુટ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રુટ – ૧ મુજબ ધારીથી કોડીનાર તરફ જતા વાહનોએ ધારી કૃષિ જંકશન શાળા, કુબડા, ગોવિંદપુર, દલખાણીયા થઈ કોડીનાર રોડ પરથી પસાર થવું.વૈકલ્પિક રુટ – ૨ મુજબ કોડીનારથી ધારી તરફ આવતા પ્રતિબંધિત વાહનોએ દલખાણીયા, ગોવિંદપુર, કુબડા થઈ ધારી રોડ પરથી પસાર થવું.