કુકાવાવ તાલુકાના ચીથુડી ગ્રામ પંચાયત ખાતે મંગળવારના રોજ ઉપસરપંચ પદે કૈલાશબેન ચીમનભાઈ સોજીત્રા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી કુકાવાવ તાલુકા પંચાયત થી આવેલા પી.વી.રાઠોડ દ્વારા કૈલાસબેન ની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણીની જાહેરાત કરી હતી. જીથુડી ગામના બિન હરીફ થયેલા સરપંચ હિંમતભાઈ રામાણી ગ્રામ પંચાયતના સભ્યો અનિલભાઈ વઘાસિયા, ચંદ્રિકાબેન વઘાસિયા, લાલજીભાઈ રામાણી, દયાબેન ડેર, મણીબેન સોલંકી, હરિભાઈ સોલંકી ની હાજરીમાં કૈલાસબેન સોજીત્રા બિન હરીફ ઉપસરપંચ બનતા ગ્રામજનોએ પણ અભિનંદન પાઠવ્યા હતા.