હિન્દુ નેતા સાધ્વી પ્રાચી કુંભ મેળા વિસ્તારને બિન-હિન્દુ પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવાની માંગમાં જાડાયા છે. હરિદ્વારના પ્રેસ ક્લબ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા સાધ્વી પ્રાચીએ કહ્યું, “સમગ્ર કુંભ મેળા વિસ્તારમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જાઈએ.
લાલ કિલ્લા પર થયેલી આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જેમ શિક્ષિત ડોક્ટરોએ જેહાદી માનસિકતાથી પ્રેરિત થઈને લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો કર્યો હતો, તેવી જ રીતે કુંભ મેળામાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડી શકાય છે. તેથી, સરકારે આ બાબતે કડક વલણ અપનાવવું જાઈએ.








































