કાગવડ મુકામે ખોડલધામના સાનિધ્યમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ આધુનિક હોસ્પિટલ બને તે પહેલા જ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મા ખોડલનો રથ ફરી રહ્યો છે. આ રથ કુંકાવાવ તાલુકાના અનિડા ગામે આવી પહોંચતા અનિડા ગામ પરિવાર દ્વારા મા ખોડલની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં સમસ્ત ગામ જોડાયું હતું તેમ જ ગ્રામજનોએ મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.