કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે આરોગ્ય સબ સેન્ટરનું બિલ્ડીંગ છેલ્લા બે મહિનાથી તૈયાર થઈ ગયેલ છે પરંતુ આ બિલ્ડીંગની અંદર દવાખાનું કાર્યરત થયેલ નથી. ફક્ત એક જૂની ઓરડીની અંદર અત્યારે દવાખાનું ચાલુ છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાત કરતા એમણે એવું જણાવેલું કે નવા બિલ્ડીંગનો કબજો સંભાળવા માટે ત્યાંના અધિકારીઓ તૈયાર નથી. નાયબ કાર્યપાલક અધિકારીના આવા જવાબથી ગ્રામજનોની સાથે દર્દીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે.