કુંકાવાવના જીથુડી પ્રાથમિક શાળામાં તા. ૪/૯/૨૦૨૫ના રોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ ૧થી ૮ ના બાળકોએ હોંશભેર શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. નેહલ ડેર અને નેહલ લાંબરિયા દ્વારા આચાર્ય તરીકેની ભૂમિકા સુંદર રીતે નિભાવવામાં આવી હતી. પટ્ટાવાળાની ભૂમિકા મયુર સોલંકી દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા શાળા શિક્ષક દીપાબેન સોઢા અને ભરતભાઈ ગોંડલિયાએ નિભાવી હતી. શાળાના શિક્ષક અતુલ ઠક્કર, આરતીબેન ગજેરા, સંદીપભાઈ સતાણીએ સમગ્ર દિવસની દેખરેખ રાખી સફળ કાર્યક્રમ કર્યો હતો. પૂર્વ એસ.એમ.સી. અધ્યક્ષ કલ્પેશભાઈ દ્વારા બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુંમરે બાળકો અને શાળાના શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.