કુંકાવાવ તાલુકાના જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવા દૂર દૂરથી ભક્તો અને સાધુ-સંતો આવી પહોંચ્યા હતા. આ આશ્રમ ખાતે ગુરૂ શ્રી શંભુપુરીબાપુ અને બ્રહ્મલીન લઘુ મહંત મનુપુરીબાપુની સમાધિના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. બ્રહ્મલીન લઘુમહંત મનુપુરીબાપુની ચરણપાદુકા પધરાવવામાં આવી હતી અને દયાપુરી માતાજીના ભક્તોએ આશીર્વાદ લીધા હતા. આ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન આશ્રમના દયાપુરી માતાજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સવારે ૧૧ કલાકે હનુમાનજી મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી અને પછી બહોળી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.