સમગ્ર રાજયમાં રખડતા ઢોર કાયમી સમસ્યા બની ગઈ છે. હાઈકોર્ટ દ્વારા પણ રખડતા ઢોરને કાબુમાં લેવા અનેકવાર તંત્રને સુચનાઓ આપવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જાય છે. જેથી રખડતા ઢોરને કારણે અનેક લોકો મોતને ભેટે છે છતાં તંત્ર મુક્ તમાશો જાઈ રહ્યુ છે. અમરેલી જિલ્લામાં પણ રખડતા ઢોરની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. જેમાં કુંકાવાવ તાલુકાના અનીડા ગામે રખડતા ઢોરને કારણે એક પ્રૌઢને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનીડા ગામે રહેતા લખમણભાઈ અંબાવીભાઈ ભુત મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે આખલા સાથે મોટરસાયકલ ભટકાતા પ્રૌઢને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ. આ અંગે પ્રૌઢના પુત્ર રાજેશભાઈએ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.