શહેરમાં ચર્ચાનો વિષય બનેલા કીર્તિ પટેલ સામે પોલીસની લાલ આંખ જોવા મળી છે. કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા  હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.સોશિયલ મીડિયામાં બેફામ ગાળાગાળી કરી લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું શસ્ત્ર  ઉગામવામાં આવ્યું છે. ગુનાહિત ઈતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે.કીર્તિ પટેલ સામે ગુજરાતની વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯ જેટલા ગુનાઓ નોંધાયા છે.કીર્તિ પટેલ પર લોકોને ધમકાવવા અને ખંડણી માગવી જેવા અનેક આરોપો છે. જેના કારણે તેની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે અને તેને ફરી જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.માહિતી મુજબ, કીર્તિ પટેલ પર લોકો સાથે ધમકીભર્યું વર્તન રાખવું, ખંડણી માગવી અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવાના અનેક  ગંભીર આરોપો છે. સતત ફરિયાદો મળ્યા બાદ પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી.કાપોદ્રા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતા કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી છે.પોલીસના સૂત્રો મુજબ, કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આશરે ૯ જેટલા ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં ખંડણી, મારામારી અને ધમકી આપવાના કેસો સામેલ છે. જેને ધ્યાનમાં રાખીને પાસા હેઠળની કાર્યવાહી અનિવાર્ય બની હતી.