સુરત જિલ્લાના કીમ-ઓલપાડ હાઇવે પર એક દુઃખદ ઘટના સામે આવી છે. વાસ્તવમાં આર્યમ સ્કૂલના ગેટ નજીક સ્વીફ્ટ કાર અચાનક બેકાબૂ બની રોડની બાજુમાં આવેલી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે મહિલાઓનું મોત થયું છે.
વિગતો મુજબ કાર ચાલકે સિટાયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું રોડ સાઇડની ડ્રેનેજમાં ઉતરી ગયું. પ્રાથમિક અંદાજ મુજબ રસ્તામાં અચાનક ભૂંડ આવી જતા ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ તરફ અકસ્માત થતાં જ નજીકના બોલાવ ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ પરંતુ ગંભીર ઇજાઓને કારણે ઝંખનાબેન મેસુરિયા અને વર્ષાબેન મીસ્ત્રી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.








































