ત્રણ કૃષિ કાયદાની સામે ખેડૂતોએ આંદોલન કર્યું હતું. આ ખેડૂત આંદોલનમાં આંદોલન સમયે એક પણ ખેડૂતનું મોત ન થયું હોવાનું કેન્દ્ર સરકાર કહ્યું છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, કૃષિ મંત્રાલયની પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ પણ ખેડૂતના મોતનો રેકોર્ડ નથી. એટલે મૃતક ખેડૂતોના પરિવારના સભ્યોને સહાય આપવાનો કોઈ સવાલ ઉઠતો જ નથી.સરકારને લોકસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, સરકારની પાસે કોઈ ડેટા છે કે કેટલા ખેડૂતોના મોત આંદોલન દરમિયાન થયા છે ણાવે.
આ ઉપરાંત સરકારને પૂછવામાં આવ્યું હતું કે, વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે શું પગલાં ભરવામાં આવ્યા અને જા પગલાં ભરવામાં આવ્યા છે તો શા માટે અને નથી ભરવામાં આવ્યા તો તેનું કારણ શું? સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું સરકારે જે કૃષિ કાયદો લાગુ કર્યું હતો તેને જ પરત લીધો છે. જા જવાબ હા હોય તો માહિતી આપો.
કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર લગાતાર આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે વાતચીત કરતી હતી. જેથી આંદોલન ખતમ કરી શકાય. આ માટે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ૧૧ સ્તરની વાતચીત પણ થઇ છે. સરકારે ત્રણ કૃષિ કાયદા શિયાળુસત્રમાં પરત લીધા છે. આ ઉપરાંત સરકારે કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટસ એન્ડ પ્રાઈસની સલાહ પર સરકારે ૨૨ પાકની એપીએમસી પણ જાહેર કરી છે. આ APMCમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સરકારની યોજનાઓ અંતર્ગત પાકની ખરીદી કરી રહી છે.
સરકારે ભલે કહ્યું કે કૃષિ આંદોલન દરમિયાન એક પણ ખેડૂતનું મોત થયું નથી. પણ ખેડૂત સંગઠનોનોએ દાવો કર્યો છે કે, છેલ્લા ૧ વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અંદાજીત ૭૦૦ ખેડૂતોના મોત થયા છે. આટલું જ નહીં ખેડૂત સંગઠન તેમની શરતો અનુસાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારના સભ્યોને સહાય આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.
વિપક્ષે કહ્યું કે, કૃષિ કાયદાના વિરોધમાં એક વર્ષ ચાલેલા આંદોલન દરમિયાન ૭૦૦ ખેડૂતોના મોત થયા છે. કૃષિ કાયદો રદ કરવાનું બિલ સોમવારે જ બંને ગૃહમાંથી પસાર થઈ ગયું હતું. આ કાયદો રદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ નવેમ્બરે કરી હતી. તેમણે દેશની માફી માંગીને કહ્યું હતું કે, કદાચ તેમની તપસ્યામાં કોઈ કમી રહી ગઈ લાગે છે.
આજની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સાંસદોના સસ્પેન્સન વિશે વિપક્ષે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. વિપક્ષી નેતાઓએ સંસદમાં મહાત્મા ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે રાજ્યસભાના ૧૨ વિપક્ષી સભ્યોનું સસ્પેન્સન રદ કરવાની માંગણી કરીએ છીએ. અમે એક બેઠક કરીશું અને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરીશું.તૃણમૂલ સાંસદ સૌગત રોયે કહ્યું કે, ૧૨ સસ્પેન્ડ સાંસદોને માફી માંગવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ મને નથી લાગતું કે વિપક્ષ માફી માંગશે. ૧૨ સાંસદોમાં ૨ સાંસદ તૃણમૂલના પણ છે. તૃણમૂલ માફી માંગવાના વિરોધમાં છે. તૃણમૂલના બંને સાંસદ ગાંધી મૂર્તિ સામે ધરણાં પર બેઠા છે અને આ ધરણાં ચાલુ રહેશે.
રાજ્યસભા સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડાએ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારોને નાણાકિય સહાસ અને એમએસપીની કાયદાકિય ગેરંટી વિશે ચર્ચા કરવાની માંગણી કરી છે. તે વિશે તેમણે ગૃહમાં સસ્પેન્શન ઓફ બિઝનેસ નોટિસ આપી હતી. જ્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગૃહમાં સ્થગન પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ તેલ, પેટ્રોલ-ડિઝલ અને રસોઈ ગેસ જેવી જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારા પર ચર્ચા માટે મોકલવામાં આવી છે