કિશોરી પર દુષ્કર્મ આચનારા નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ૨૭ વર્ષીય આરોપીએ ૨ મહિના સુધી કિશોરી પર અલગ-અલગ જગ્યા પર દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે કિશોરીના પરિવાર દ્વારા પોસ્કો એકટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને પોલસે આરોપીને ઝડપી પાડ્યો હતો, દરમિયાન પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિ-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.

૨૬ વર્ષીય યુવક યાસીનખાન દ્વારા આ કિશોરી સાથે પ્રથમ મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ તેણે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે કિશોરીની માસૂમિયતનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ કિશોરીને કોઈને જાણ ન કરવા માટે અલગ-અલગ પ્રકારની ધમકીઓ આપીને વારંવાર તેને હવસનો શિકાર બનાવી હતી.

ઘટના અંગે કિશોરીના પરિવારને જાણ થતાં તેઓએ હિંમત દાખવી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને યાસીનને દબોચી લીધો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને વાલીઓને પોતાના સંતાનોના સોશિયલ મીડિયા અને મિત્રવર્તુળ પર નજર રાખવા માટે અપીલ કરવામાં આવી છે.