કારગિલ વિજય દિવસ નિમિત્તે અમરેલી ખાતે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજ, અમરેલી ખાતે N.C.C. વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે N.C.C. વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના IAS અધિકારી અતુલ સિંઘ અને SP સહિત શહીદોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. ગિરીશ વેલિયત,N.C.C. પ્રોગ્રામ ઓફિસર ડો. નિરૂપા ટાંક, કોલેજનો સમગ્ર સ્ટાફ અને N.C.C.. ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરી, શહીદ વીર જવાનોને ભાવાંજલિ અર્પી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન N.C.C. પ્રોગ્રામ ઓફિસર ડો. નિરૂપા ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું.