બાબરા શહેરમાં એક આશાસ્પદ યુવકે આર્થિક સંકડામણ અને બેરોજગારીથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી કામકાજ ન મળવાને કારણે માનસિક તણાવમાં રહેતા યુવકે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે મૂળ બાબરાના અને હાલ રાજકોટ રહેતા શાંતીભાઇ નારણભાઇ ચિત્રોડાએ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર ચેતનભાઇ શાંતીભાઇ ચિત્રોડા (ઉ.વ.૨૯) છેલ્લા લાંબા સમયથી બેરોજગાર હતો. કોઈ યોગ્ય કામધંધો કે રોજગાર ન મળવાને કારણે તે સતત ચિંતામાં રહેતો હતો. કામકાજ વગર સતત વિચારોમાં ગરકાવ રહેતા યુવકને આ બાબત મનમાં લાગી આવી હતી. આ માનસિક તણાવ અને હતાશામાં તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. અમરેલીમાં એક યુવતીએ ગળાફાંસો ખાતાં તેને બેભાન અવસ્થામાં સારવારમાં દાખલ કરવામાં આવી






































