આગામી તા.૧૯ ના રોજ બપોરના રઃ૦૦ કલાકે અમરેલી ખાતે સુપ્રસિધ્ધ વાર્તાકાર કાનજી ભૂટા બારોટ બોર્ડીંગનું લોકાપર્ણ વિશ્વવંદનિય પૂ.મોરારીબાપુના વરદહસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે પૂ.મોરારીબાપુ સમગ્ર બારોટ સમાજને આશીવર્ચન પાઠવશે. આ પ્રસંગ આ બોર્ડીંગના રૂ.રપ લાખના ભૂમિદાતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદમ ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતી રહેશે. તેમજ યુવાધનમાં આજના સમયની માંગ તેવા શિક્ષણની જયોત જગાડનાર સુરત-સચિન પરિત્રાણ ગરુરૂકુલના સ્વામીજી પૂ.વિવેક મિશ્રાજી ખાસ ઉપસ્થિતી રહેશે. આ તકે સમગ્ર બારોટ સમાજની ઉપÂસ્થતીમાં પૂ.મોરારીબાપુ અને ડો.જગદીશભાઈ ત્રિવેદીને સમગ્ર બારોટ સમાજ વતી અમરેલી બારોટ સમાજ સન્માનિત કરશે. બારોટ બોર્ડીંગનો લોકાપર્ણ કાર્યક્રમ સવારે ૧૧ઃ૦૦ કલાકે પ્રારંભ થશે. બારોટ સમાજ ટ્રસ્ટ અમરેલી સંચાલિત કાનજી ભૂટા બારોટ બોર્ડીંગ અમરેલી ખાતે લીલીયા રોડ, લીલીયા બાયપાસે, દાદાભગવના મંદિર પાસે, તૈયાર કરવામાં આવે છે. જેમાં બોર્ડીંગના સમગ્ર દાતાઓ ખાસ ઉપÂસ્થતી રહેશે. સમગ્ર બારોટ સમાજ અને શૈક્ષણિક દાતાઓના સહયોગથી તૈયાર થયેલ જે સમગ્ર બારોટ સમાજનું ગૌરવ છે. ત્યારે સમગ્ર બારોટ સમાજ પૂ.મોરારીબાપુ અને બોર્ડીંગના ભૂમિદાતા ડો.જગદીશભાઈ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરે છે. આ કાનજી ભૂટા બારોટ બોર્ડીંગ સંપૂર્ણ તૈયાર થશે. જરૂરિયામંદ વિદ્યાર્થીઓને આ બોર્ડીંગનો લાભ મળશે. તેમ બારોટ સમાજ ટ્રસ્ટ અમરેલીના પ્રમુખ નારણભાઈ લગધીરની એક યાદીમાં જણાવાયુ છે.