અમદાવાદીઓ અને બહારથી આવતા મુલાકાતી માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટીનેશન હોય તો એ કાંકરિયા તળાવ છે.તેમાં પણ કંકારીયામાં આવેલી બાલવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.ત્યારે હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે બાલવાટિકાનું રીડેવલોપમેન્ટ કર્યું છે.૨૨ કરોડના ખર્ચે બાલવાટિકામાં ૨૮ જેટલા આકર્ષણનો ઉમેરો કરાયો છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવર ઉભા કરાયા છે.

આ ઉપરાંત ગુજરાત અને ભારતમાં ન હોય એવી રાઈડનો ઉમેરો કરવામાં આવ્યો છે.કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઈંગ થિયેટર જેવી અલગ અલગ ૨૮ એક્ટીવિટીનો સમાવેશ કરાયો છે.પરંતુ આ સુવિધા ના લ્હાવો અમદાવાદ ની પ્રજા ને નથી મળી રહ્યો ..ઉદ્ઘાટન ની રાહ જોતું તંત્ર નાગરિકો ને લાભ થી વંચિત રાખી રહ્યું છે. ત્યારે રીક્રીએશન કમિટી ના ચેરમેન જણાવ્યું હતું કે કેટલાક ફિટનેસ સર્ટિફિકેટ બાકી છે જે આવ્યા બાદ લોકાર્પણ કરવામાં આવસે.

તો બાલ વાટિકા ના ઉદ્ઘાટન ના વિલંબ મામલે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે સત્તાધીશો અને અધિકારીઓ પ્રોજેક્ટ પૂરા કરે છે પણ તેને નાગરિકો માટે ખુલ્લા નથી મૂકતા. વીવીઆઇપી નેતાઓ ના સમય નથી મળ્યા માટે બાલ વાટિકા પ્રજા માટે ખુલ્લો નથી મૂકવામાં નથી આવતી. પ્રજા માં ટેક્ષ ના પૈસા થી આ બાળ વાટિકા બનાવામાં આવી છે. બાલ વાટિકા નું નામ નહેરુ પાર્ક માંથી પણ બદલી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ ની માગ છે કે બાલ વાટિકા જલ્દી થી પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવે. અમદાવાદ ના નાગરિકો માં મનોરંજન માણી શકે તે માટે અનેક પ્રોજેક્ટ મનપા લાવે છે પરંતુ તેનો લાભ જે પ્રકારે મળવો જોઈએ તે નથી મળતો. નેતાઓ ની રાહ માં બાલ વાટિકા નું લોકાર્પણ નથી થઈ રહ્યું ત્યારે બાલ વાટિકા ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું છે.