અમરેલી સમર્થ વ્યાયામ મંદિર અખાડામાં કલેક્ટરના કમાન્ડો અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા કિરીટભાઈ દેવમુરારીને પોલીસ દળમાં ૩૪ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા બાદ સેવા નિવૃત્તિ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. અખાડામાં યોજાયેલા કાર્યક્રમમાં જીઁ સંજય ખરાતની ઉપસ્થિતિમાં, પી.પી. સોજીત્રાના હસ્તે તેમનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, ભાસ્કરભાઈ જોબનપુત્રા, કીલાભાઈ ભાડ, નિતિનભાઈ બોરાણીયા, હિંમતલાલ સરખેદી, કાનાભાઈ જાની અને દિલાભાઈ વાળા સહિતના મિત્રોએ ઉપસ્થિત રહી કિરીટભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.