એક બિલ્ડર હતો. તેમનું ઘણી જગ્યાએ બિલ્ડીંગ નું કામ ચાલતું હતું. આ બિલ્ડર ની નીચે ઘણા  મજૂરો ઇમાનદારીથી કામ કરતાં હતા અને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતા.  આમાંના એક મજૂરની આ વાત છે.
ઘણા સમયથી તે મજુર પૂર્ણ નિષ્ઠા થી અને ઈમાનદારીથી આ બિલ્ડર ની સાથે કામ કરતો હતો. પરંતુ હવે તે મંજૂર નિવૃત્તિ લેવા ઈચ્છતો હતો.  તેથી તે મજુર બિલ્ડર પાસે પહોંચ્યો અને જણાવ્યું કે શેઠ મારે હવે નિવૃત્તિ જોઈએ છે. ત્યારે શેઠે પહેલા મજુર ને પૂછ્યું તારે ક્યારે નિવૃત્તિ જોઈએ છે?  મજૂરે જવાબ આપતા તુરત જ કહ્યું તમે મને કાલે નિવૃત્તિ આપતા હોય તો આજે જ આપો. અને  આજે નિવૃત્તિ આપતા હોય તો અત્યારે જ આપો તો તમારી કૃપા રહેશે. કારણકે, હવે મારી ઉમર થોડી વધારે વીતી ચૂકી છે અને સાથે સાથે હવે મારાથી પહેલાં જેટલું કામ થતું નથી. પહેલા જેટલું કામ હવે હું કરી શકું એટલી શક્તિ પણ મારામાં બચી નથી. તેથી હું નિવૃત્તિ લેવા ઇચ્છું છું.
બિલ્ડરે જણાવ્યું કે તમે આ એક મકાન બનાવીને પછી નિવૃત્તિ લઇ શકો છો. શેઠના આગ્રહ સામે મજરે હા કરીને પોતાનું કામ ચાલુ કર્યું. હવે તે પૂર્ણ ઈમાનદારીથી પોતાનું કામ કરી રહ્યો હતો પરંતુ મકાનનું કામ પૂર્ણ થવાના સમયગાળામાં મજૂરે એક થોડી એવી પહેલી વાર જ બેદરકારી કરી અને જેમ-તેમ મકાન બનાવીને ચાવી શેઠ ને આપવા માટે ગયો.
ત્યારે શેઠે કહ્યું કે આ ચાવી તમારી જ છે. ત્યારે મજૂરને ઘણું આશ્ચર્ય થયું. અને તરત જ બિલ્ડરને કહ્યું શેઠ પરંતુ આ ચાવી મારી કેવી રીતે? આ ચાવી તો તમે મને જે મકાન બાંધવાનું કામ સોંપ્યું હતું તેની છે. તેથી આ ચાવી હું તમને આપવા માટે આવ્યો છું. છતાં પણ બિલ્ડરે કહ્યું ; ના આ ચાવી તો તારી જ છે. આમ સાંભળીને મજુરે કહ્યું મને કઈ પણ સમજ પડતી નથી. કૃપા કરીને આપ મને ફરીથી વિસ્તારપૂર્વક સમજાવો.
બિલ્ડરે જણાવ્યું કે તમે મારી સાથે અત્યાર સુધી પૂર્ણ ઈમાનદારીથી કાર્ય કર્યું છે. અને તમારી ઈમાનદારી થી જ હું સફળ બન્યો છું. તેથી હું તમને આ ઇનામ રૂપે આ એક મકાન ની ભેટ આપું છું. ત્યાર પછી મજુર આ ચાવી લઈને પોતાના ઘર તરફ જાય છે.  અને મનમાં ને મનમાં પસ્તાવો કરે છે…, દુઃખ વ્યક્ત કરે છે.  મજુર મનમાં વિચાર કરે છે કે ; મે થોડી એવી બેદરકારી કરી જેથી તેમનું પરીણામ મારે જ ભોગવવું પડ્યું. મેં મારું જ મકાન ખરાબ બનાવ્યું છે. અને મારા પગ પર જ કુહાડો માર્યો છે.
મિત્રો તમે કદાચ એક હજાર સારા કામ કરશો. તો પણ સમાજ તમારા તે કામની નોંધ બહુ જ ઓછા પ્રમાણમાં લેશે.  અને જો તમે એક પણ નાનું એવું ખરાબ કાર્ય કર્યું, તો સમાજ તરત જ તેમની નોંધ લેશે. મજૂરે અત્યાર સુધી ઈમાનદારીથી કાર્ય કર્યું અને એક નાની એવી બેદરકારીથી તેમને તેમનું પરિણામ ભોગવવું પડ્યું. પરંતુ ઈશ્વર તમારા કરેલા સારા કાર્યો ક્યારેય વ્યર્થ જવા દેતા નથી. યોગ્ય સમયે ઈશ્વર તમને તેમનું ફળ ચોક્કસપણે આપવાના જ છે.
સમાજનું સત્ય એ છે કે જ્યારે તમે સારું કાર્ય કરો છો તો તે કાર્યની નોંધ તરત જ લેવામાં આવતી નથી. પરંતુ તમારા એક જ ખરાબ કાર્ય ની સમાજ રાહ જોઈને બેઠો છે કે; જેથી તમે ટીકાને પાત્ર  બનો. પરંતુ સફળ થવા માટે આપણે સમાજ શું કહેશે તે ચિંતા કર્યા વગર માત્ર સારા કાર્ય કરતાં જ રહેવા.
‘તમે છે કાર્ય કરો છો તે તમારું જ કાર્ય છે એવી ભાવનાથી કાર્ય કરો.જિંદગીમાં દુઃખી થવાનો ક્યારેય સમય જ નહીં આવે.’  આવો રાષ્ટ્ર હિતના કાર્ય કરીને ભારતને વિશ્વ ગુરુ ના શીખર પર પહોંચાડીએ. વંદે માતરમ.