કર્ણાટકમાં છેલ્લા ૧૦ મહિનામાં ૧૨૪ પોલીસકર્મીઓ ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું અને સસ્પેન્ડ થયા છે. બેંગલુરુમાં ૭.૧૧ કરોડની ધોળા દિવસે થયેલી લૂંટનો માસ્ટરમાઈન્ડ એક કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે દાવણગેરેમાં બે સબ-ઇન્સ્પેક્ટરોએ ૮૦ ગ્રામ સોનું લૂંટી લીધું હતું. ભાજપે કોંગ્રેસ સરકાર અને ગૃહમંત્રી પર પ્રહાર કરતા કહ્યું છે કે, જેમણે સુરક્ષા પૂરી પાડવાની છે તેઓ ગુનેગાર બની રહ્યા છે.
ભાજપે કોંગ્રેસની કર્ણાટક સરકાર પર “કથળતી” કાયદો અને વ્યવસ્થાને લઈ નિશાન સાધ્યું, સાથે જ રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં “સંડોવણી” બદલ પોલીસ સસ્પેન્શનની વધતી સંખ્યા તરફ ધ્યાન દોર્યું. કર્ણાટક ભાજપના વડા અને ધારાસભ્ય બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે, ક્રાઈમના કેસોમાં “સંડોવણી” બદલ ૧૨૪ પોલીસકર્મીઓનું સસ્પેન્શન પરેશાન કરનારું છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૧૦ મહિનામાં બેંગલુરુમાં ૧૨૪ પોલીસકર્મીઓનું સસ્પેન્શન એક ચિંતાજનક વાસ્તવિકતા છતી કરે છે.
ભાજપ નેતાએ પૂછ્યું કે, “નાગરિકોની સુરક્ષા માટે જવાબદાર લોકો જ વધુને વધુ ક્રિમિનલ એક્ટીવિટીમાં સંડોવાયેલા જાવા મળી રહ્યા છે, જેનાથી એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે. આ સરકારમાં જનતા કેવા પ્રકારની સુરક્ષાની અપેક્ષા રાખી શકે છે?” તેમણે કહ્યું કે, “આ નિષ્ફળતાના મૂળમાં કોંગ્રેસનું ગેરવ્યવસ્થાપિત શાસન છે. એક મૂર્ખ હોમ મિનિસ્ટર જે આંતરિક સત્તા સંઘર્ષો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, તેમણે ફોર્સમાં ક્રિમિનલાઇઝેશનના મૂળિયાં મજબૂત કર્યા છે.” તેમણે કહ્યું કે, કર્ણાટક આ “અવ્યવસ્થા” અને સત્તામાં રહેલા લોકો દ્વારા જવાબદારીનો ત્યાગ કરતાં વધુ યોગ્ય છે.
ભાજપ નેતાએ કહ્યું કે, બેંગલુરુમાં એક પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા સામે આવી છે, જેણે ૭.૧૧ કરોડ રૂપિયાની ધોળા દિવસે થયેલી આ મોટી લૂંટનો મુખ્ય પ્લાનર માનવામાં આવે છે. ગોવિંદપુરા પોલીસ સ્ટેશનના અન્નપ્પા નાઈકની કેશ મેનેજમેન્ટ સર્વિસીસના પૂર્વ કર્મચારી ઝેવિયર સાથે ધરપકડ કરવામાં આવી હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ઝેવિયર કંપની છોડ્યા પછી બન્નેએ છ મહિનાથી વધુ સમયથી લૂંટની તૈયારી કરી રાખી હતી.
કર્ણાટક પોલીસે દાવણગેરે જિલ્લામાં સોનાની લૂંટના એક કેસમાં બે સબ-ઇન્સ્પેક્ટર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ ઘટના મંગળવારે દાવણગેરે શહેરના કેટીજે નગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની હતી. કારવારના એક સોનાના વેપારી વિશ્વનાથ અર્કસાલીની ફરિયાદના આધારે આ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિશ્વનાથ ૮૦ ગ્રામ સોનું લઈને દાવણગેરે બસ સ્ટોપ પર પહોંચ્યો હતો. અન્ય આરોપીઓ પાસેથી માહિતી મળ્યા બાદ, સબ-ઇન્સ્પેક્ટરોએ કથિત રીતે આઈજી સ્ક્વોડના સભ્યો બનીને લૂંટી કરી હતી. કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે ચેતવણી આપી હતી કે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ પોલીસકર્મીને દયા વિના બરતરફ કરવામાં આવશે. તેમણે સિનિયર અધિકારીઓને આ સંબંધમાં કડક દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો હતો.









































