કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ટેલિવિઝન જગતના સૌથી પ્રિય અને ચર્ચિત યુગલોમાંના એક છે. તેઓ લગભગ ૧૧ વર્ષથી સાથે છે. આ કપલ એકબીજા પર પ્રેમ વરસાવવાની તક ક્્યારેય ચૂકતું નથી. હવે, કરણે તેજસ્વી માટે કંઈક એવું કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે.
કરણ કુન્દ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈમાં રમઝાન દરમિયાન યોજાયેલી ઈફ્તાર પાર્ટીનો છે. આ દરમિયાન કરણે પાપારાઝીને તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશનું ટેટૂ તેની છાતી પર બતાવ્યું. આનાથી તેના ચાહકો અને પાપારાઝી ચોંકી ગયા.
અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ તેજસ્વીના ચહેરાનું ટેટૂ તેની છાતીની જમણી બાજુએ કરાવ્યું છે. જાકે, તેણે સ્પષ્ટ કર્યું નથી કે આ ટેટૂ કાયમી છે કે કામચલાઉ. જાંબલી રંગના કુર્તા પહેરેલો કરણ હસતો અને પોતાનો ટેટૂ બતાવતો જાવા મળ્યો. કરણનો આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વિશે બુઝુકા સ્પોટલાઇટ સાથે વાત કરતાં કરણે સમજાવ્યું કે તે તેજસ્વી માટે એક સરપ્રાઈઝ હતું. તેણે કહ્યું કે તેની પહેલી ઓટીટી સિરીઝ રિલીઝ થઈ રહી છે અને કારણ કે તેનું નામ સાયકો સૈયાન છે, તેથી તે સાયકો સૈયાન બની ગયો. તે તેજસ્વી માટે એક સરપ્રાઈઝ હતું. તેણે હજુ સુધી તે જાયું નથી, પરંતુ હું ઘરે પહોંચું ત્યાં સુધીમાં, વીડિયો પહેલા તેના સુધી પહોંચશે.
કરણ અને તેજસ્વી બિગ બોસ ૧૫ દરમિયાન મળ્યા હતા. તેમની શરૂઆતની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં પરિણમી. તેઓએ શોમાં એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો અને ત્યારથી તેઓ સાથે છે. તેઓ કેટલાક સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. તાજેતરમાં, એલ્વીશ  યાદવના પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન, કરણે ખુલાસો કર્યો કે તેઓ આ વર્ષે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.