કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં  બસ અને  રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ઘટનાસ્થળ પર જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

એસટી બસ કપડવંજથી કચ્છ માતાના મઢ તરફ જઇ રહી હતી ત્યારે ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા લોકોના ટોળે-ટોળા સ્થળ પર ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી..

રાજ્યમાં અન્ય એક અકસ્માતની ઘટના ઉનાના લામધારના પાટિયા પાસે ઘટી હતી. નેશનલ હાઈ વે પર બેફામ કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.બાઈક સવાર  ડ્યુટી પૂરી કરીને પોતાના ગામ ડેસર જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં હાલ તે સારવાર હેઠળ છે. બાઈક ચાલકને ટક્કર મારનાર કાર ચાલક મીતીયાજ ગામનો હોવાનું સામે આવ્યું છે.