અમદાવાદની સેવન્થ ડે શાળામાં એક હિન્દુ વિદ્યાર્થીની મુસ્લિમ વિદ્યાર્થીએ હત્યા કરી દીધી. મુસ્લિમ વિદ્યાર્થી આ મૃતક સાથે ભણતો નહોતો. હિન્દુ વિદ્યાર્થી ધોરણ દસમાં ભણતો હતો અને મુસ્લિમ વિદ્યાર્થી માત્ર નવમા ધોરણમાં ભણતો હતો. અને ઝઘડો આ બંને વચ્ચે પણ નહોતો. ઝઘડો દસમા ધોરણમાં ભણતા હિન્દુ વિદ્યાર્થીને આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે થયો હતો. તેમાં આ મુસ્લિમ વિદ્યાર્થી (ઇટીવી ભારત પર આરોપીની ચેટના સ્ક્રીનશાટ પ્રમાણે, આરોપી વિદ્યાર્થીનું નામ મુસીફ છે) આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો મિત્ર હોવાથી વચ્ચે પડ્‌યો.
ટીવી પર આવેલા એક રિપાર્ટમાં, ઓઉમ પટેલ નામના વિદ્યાર્થીએ કહ્યું કે “શાળા તરફથી મરણની કક્ષાએ લોહીલુહાણ નયનને હાસ્પિટલ લઈ જવા કોઈ કાર્યવાહી ન કરી. શાળા એ પણ ખોટું કહે છે કે અમે તેને સારવાર અપાવી. એક દેવર્શ તિવારી નામનો સહ વિદ્યાર્થી તેને લઈ ગયો.”
પ્રશ્ન એ છે કે શાળાએ કેમ તેની સારવાર ન કરાવી? શિક્ષણાધિકારી (ડીઈઓ)એ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. પરંતુ સંભવતઃ બધું ભીનું સંકેલાઈ જશે. હવે વાલીઓ કહે છે કે આ શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને તિલક કરવા નહોતા દેતા, નાડાછડી બાંધવા નહોતા દેતા. મુસ્લિમ વિદ્યાર્થીઓની દાદાગીરી હતી. મુસ્લિમ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢો, કાં હિન્દુ વિદ્યાર્થીઓને કાઢો. પરંતુ પ્રશ્ન એ છે કે પહેલાં વાલીઓ કેમ જાગૃત ન થયા?
આ શાળા આઈસીએસઇ બાર્ડની શાળા છે. ઇન્ડિયન સર્ટિફિકેટ આૅફ સેકન્ડરી ઍજ્યુકેશન રાષ્ટ્રીય સ્તરનું બાર્ડ છે. અમદાવાદમાં આઈસીએસઇ બાર્ડની બહુ ઓછી શાળાઓ છે. તેમાં ગરીબ નહીં, પૈસાદાર લોકોનાં બાળકો ભણતાં હોય. એટલે ગરીબી જ માણસને અપરાધી બનાવે છે તે મુસ્લિમોના કેસમાં અસત્ય ફરી એક વાર સાબિત થયું.
દસમા ધોરણમાં ભણતો હિન્દુ વિદ્યાર્થી શાળાએથી છૂટ્યો ત્યારે તેને શાળાના દરવાજા પાસે જ પાંચથી છ જણાએ ઘેરી લીધો અને તેના પર આક્રમણ કર્યું. વાલીઓએ મીડિયાને જણાવ્યા મુજબ, ચારથી પાંચ દિવસ પહેલાં સ્કૂલની લાબીમાં વિદ્યાર્થીઓ ઉતરી રહ્યા હતા ત્યારે ધક્કામુક્કી થઈ. તેમાં બોલાચાલી થઈ. ત્યારે તે વાત પૂરી થઈ ગઈ અને બીજા દિવસે કોઈ માથાકૂટ નહોતી થઈ. પરંતુ ૨૦ આૅગસ્ટે જ્યારે વિદ્યાર્થીઓ છૂટ્યા ત્યારે આ અપરાધ ઘટ્યો.
શાળાના સિક્યારિટી ગાર્ડ દરવાજા પાસે ઊભા હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા. કદાચ તેમના ધ્યાને ન આવ્યું? કે પોતે ફસાઈ જશે તેવું વિચારી તેની સારવાર ન કરી? પ્રશ્ન એ છે કે તેમનું કામ શું છે? તેમને માત્ર ત્યાં ઊભા-ઊભા માખી મારવાનો પગાર વાલીઓના ખર્ચે શાળા આપે છે? આરોપી મુસ્લિમ છોકરો હાથમાં છરી લઈને સ્કૂલમાં કેવી રીતે પહોંચી ગયો? શું કોઈ તપાસ નથી થતી? વિદ્યાર્થી તો શું નાસ્તો લાવે છે તેની પણ તપાસ થતી હોય છે. તો છરીની કેમ તપાસ ન થઈ? આટલી મોંઘી શાળા હોય તો મેટલ ડિટેક્ટર કેમ નથી રાખતા?
વાલીઓને આવી ચર્ચ દ્વારા સંચાલિત ખાનગી શાળામાં પોતાના બાળકને ભણાવવાનો ઢઢડિયો કેમ છે? અને આ માત્ર ચર્ચ દ્વારા સંચાલિત ખાનગી શાળાનો પણ પ્રશ્ન નથી. અન્ય ખાનગી શાળાઓમાં ઊંચી દુકાન ફિકા પકવાન જેવું ચાલે છે તેમાંથી પણ વાલીઓને છૂટકારો અપાવવાનો સમય આવી ગયો છે.
મીડિયાના રિપાર્ટમાં એમ પણ બહાર આવ્યું કે જે મુસ્લિમ આરોપી વિદ્યાર્થી છે તેણે ચેટમાં તેના મિત્રને એમ લખ્યું હતું કે મૃતક હિન્દુ વિદ્યાર્થી નયને તેને કહ્યું હતું, “તૂ કૌન હૈ? ક્યા કર લેગા?” આવું કહેવાથી તે ઉશ્કેરાઈ ગયો હતો. તો પ્રશ્ન એ છે કે આવું કહેવાથી કોઈ ઉશ્કેરાઈ જાય? ઉશ્કેરાઈ જાય તો તેનો મૌખિક ઉત્તર આપે. બહુ-બહુ તો લાફો મારે. તેમાં છરી મારી દેવાની હોય? વાત-વાતમાં આ છરી મારી દેવાની માનસિકતા આવે છે ક્યાંથી? આવા તો રોજ કેટલાય વિદ્યાર્થીઓના ઝઘડા થતા હશે? શેરીઓમાં થતા હશે. અરે ! મોટાઓના ઝઘડા પણ ટ્રાફિકમાં થાય છે, આૅફિસમાં થાય છે. પરંતુ તેમાં કોઈ હિન્દુ તો આ રીતે છરી હુલાવી નથી દેતો. તો મુસ્લિમોમાં છરી હુલાવી દેવાની માનસિકતા ક્યાંથી આવે છે?
આનો ઉત્તર અભિનેતા નસીરુદ્દીન શાહના પિતરાઈ ડા. સૈયદ રિઝવાન અહમદ, જે અધિવક્તા પણ છે, તેમણે આજથી ત્રણેક વર્ષ પૂર્વે ‘ઇન્ડિયા ટીવી’ પર આપેલા એક સાક્ષાત્કારમાં આપ્યો હતો. તે સમયે ભાજપનાં પ્રવક્તા નુપૂર શર્માએ હદીશને ટાંકીને જે કહ્યું તેના કારણે તસ્લીમ રહેમાનીએ જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલા શિવલિંગને ફુવારો કહી તેની મજાક ઉડાવી તે વાત દબાઈ ગઈ અને નુપૂર શર્મા ભારતના મુસ્લિમો તેમજ મુસ્લિમ દેશોના નિશાના પર આવી ગયાં. તેમને આજ સુધી ભૂગર્ભમાં જ રહેવું પડે છે. તેમને સમર્થન કરનાર ઉદયપુરના દરજી કનૈયાલાલની બે મુસ્લિમ યુવકો, જે તેમના જાણીતા હતા, તેમણે વીડિયો રેકાર્ડ કરી ગળું કાપી હત્યા કરી અને વીડિયોમાં કહ્યું
કે ‘નબી કી ગુસ્તાખી કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા’.
આ સંદર્ભમાં ડા. સૈયદ રિઝવાન અહમદે ઉપર ઉલ્લેખિત સાક્ષાત્કારમાં કહ્યું હતું કે “જેણે પણ ઇસ્લામિક સિદ્ધાંતો, ઇસ્લામિક ઇતિહાસ, ઇસ્લામિક સાહિત્ય વાંચ્યું છે, ઇસ્લામિક દેશો વિશે વાંચે છે, તે જાણે છે કે હજૂરની શાનમાં ગુસ્તાખી કરવા બદલ, કુરાનનું અપમાન કરવા બદલ, ગળું કાપી નાખવામાં આવે છે. ઇસ્લામિક દેશોમાં આવા નિયમો બનેલા છે. તો મને સમજમાં નથી આવતું કે તેનાથી મુસ્લિમેત્તર લોકોને આશ્ચર્ય કેમ થાય છે?”
સૌરવ પૂછે છે કે પણ ભારતમાં તો ઇસ્લામિક શાસન નથી ને? તો ડા. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે એક હોય છે, અવૈધાનિક, ગેરબંધારણીય અને બીજું છે, અ-ઇસ્લામિક. હજૂરની શાનમાં ગુસ્તાખી કરનારને સજા આપવાનો અધિકાર ઇસ્લામમાં છે, પછી ભલે જે-તે દેશના કાયદામાં ન હોય. એટલે આવી સજા આપવી એ ઇસ્લામિક છે. આવું કરવા જનાર વ્યક્તિ શું જે-તે દેશના બંધારણને માને છે? જો તે ન માનતો હોય અને માત્ર અલ હકિમિય્યાહ (અલ્લાહના કાયદા)ને જ માનતો હોય, તેના માટે દેશની સીમા છે જ નહીં, કારણકે આખી દુનિયા અલ્લાહની છે, તો આવું કરનાર માને છે કે તેને ગળું કાપવાથી કે પથ્થર મારવાથી જન્નત મળશે અને આવું કરવું તે તેનું કર્તવ્ય છે. અને જો તેને ફાંસી આપવામાં આવશે તો તે દેશના મુસ્લિમો માટે તે ગુનેગાર નહીં કહેવાય. (યાકૂબ મેમણ અને બુરહાન વાણીના જનાજા વખતે આપણે આ દૃશ્યો જોયેલાં છે.) ઘણા લોકો તેને શહીદ કે ગાઝી માને છે.
આટલી કટ્ટરતા ક્યાંથી આવે છે? ડા. સૈયદ રિઝવાન અહમદ કહે છે, “તમે મુસ્લિમેત્તર લોકોએ અમારા પર કટ્ટરતાવાદ શબ્દ થોપી દીધો છે. આ કટ્ટરતા નથી, અમારી જીવનશૈલી છે. આ ૧,૪૦૦ વર્ષથી ચાલે છે. સાઉદી અરબમાં કુરાનની આયાતો આવી તો ઇસ્લામનો વિકાસ આૅર્ગેનિક નથી થયો જે રીતે હિન્દુ ધર્મનો થયો છે. ઇસ્લામ સમક્ષિતિજ આવ્યો. આ વિકાસ કુદરતી નથી. ત્યારે ત્યાં રાજકીય પક્ષોની જેમ યહૂદીઓ- ખ્રિસ્તીઓ વગેરે પંથો વચ્ચે ખૂબ જ કટ્ટર સ્પર્ધા હતી. આથી જો ઇસ્લામ કટ્ટર ન હોત તો યહૂદીઓ અને ખ્રિસ્તીઓ સામે તે બચત જ નહીં. આથી અમારામાં બાય ડિફાલ્ટ કટ્ટરતા આવી ગઈ.”
ડા. અહમદ કહે છે કે નાનપણથી જ બકરાને કપાતાં જોવાથી કટ્ટરતા આવી જાય છે. નાના હોય ત્યારે પિતા સાથે જઈ તાજોમાજો બકરો લાવવાનો. તેને એક-બે દિવસ ખવડાવવા-પીવડાવવાનો. તેની સાથે રમવાનું. અને પછી ગળું કાપીને મારી નાખવાનો. બાળક શીખે છે કે ગળું કાપવું તો સામાન્ય વાત છે. અને તેમાંય પોતાને પ્રિય ચીજનું ગળું કાપવું. એટલે જ ઘણા હિન્દુઓની હત્યા કરનારા તેમના પડોશી અથવા તેમની પાસેથી મદદ લેનારા જ હતા. પોતાને મદદ કરી હોય કે પ્રિય હોય તો પણ શું થયું? ઇસ્લામ કહે એટલે તેમનું ગળું કાપી નાખવાનું. તેને રાત્રે પછી ખાવાનું. તેઓ કહે છે કે ૧૮ વર્ષથી નાના વ્યક્તિ માટે કુર્બાની જોવા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેઓ કહે છે કે આઠ વર્ષની ઉંમરમાં તેમણે પણ કુર્બાની કરી છે. તેમના મામાએ કરાવી હતી. પિતાજીને ખબર પડી તો તેઓ ખિજાઈ ગયા. કુર્બાની આપવાથી છોકરાઓને લાગે છે કે તેઓ હવે મોટા થઈ ગયા છે. હવે તેઓ બાળકમાંથી પુખ્ત બની ગયા છે.
ડા. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે દરેક દેશમાં મૃત્યુની સજા અપાય છે. નાઝીઓએ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં મૃત્યુ આપ્યાં. ક્યાંક વીજળીના શોકથી અપાય છે. ક્યાંક ગોળી મારીને અપાય છે. ઝેર આપીને મૃત્યુ અપાય છે. પરંતુ આઈએસઆઈએસ હોય કે અલ કાયદા, તેના ત્રાસવાદીઓની કમરમાં પિસ્તોલ બાંધેલી હોવા છતાં તેઓ છરાથી જ મૃત્યુ આપે છે. કેમ? કારણકે નાનપણથી છરીથી ગળું કાપવાની ટેવ પડેલી છે અને તેમાં તેમને નશો ચડે છે. અને તેઓ સંદેશ આપવા માગે છે કે અમે તમારી આ દશા કરીશું. ઘણાં ઇસ્લામી વિષયક પુસ્તકોમાં ગળા કાપવાના, આત્મઘાતી હુમલાના ફાયદા વર્ણવાયેલા છે. આ પુસ્તકો આ ત્રાસવાદીઓ વાંચે છે. ઘણા મુસ્લિમેત્તર લોકો માંસાહાર કરતા હશે પણ પોતે બકરા કે પ્રાણી નહીં કાપી શકતા હોય. ઘણા મુસ્લિમેત્તર લોકો માંસાહાર કરતા હોય પણ જો કાપતા જુએ તો માંસાહાર છોડી દે છે.
મુસ્લિમેત્તર લોકો તો આ રીતે પ્રાણીઓને કપાતા જોઈ માંસાહાર છોડી દે, પરંતુ સેવન્થ ડે શાળામાં ભણતા ૧૫ વર્ષના, હજુ લબરમૂછિયા મુસ્લિમ વિદ્યાર્થીને માટે ઝઘડામાં છરી મારવાનું સામાન્ય છે. (ચેટ મુજબ, મુસીફ કહે છે કે જો હો ગયા વો હો ગયા, અર્થાત્ તેને કોઈ પસ્તાવો નથી અને જે તેની સાથે ચેટ કરે છે તે પણ તેને પોલીસને શરણે થઈ જવાના બદલે સલાહ આપે છે કે થોડા દિવસ ભૂગર્ભમાં ચાલ્યો જા.) આ ઘટનાને મીડિયાએ કેવી રીતે લીધી? બે વિદ્યાર્થીના ઝઘડા તરીકે. દલિત વિદ્યાર્થીની હત્યા જો સવર્ણ વિદ્યાર્થીના હાથે થઈ હોત તો હેડિંગમાં દલિત વિદ્યાર્થીની હત્યા એવા શબ્દો વપરાયા હોત. પરંતુ આટલા દિવસ થયા, ક્યાંય ન તો મરનાર વિદ્યાર્થીનું નામ લખાયું છે, ન આરોપીનું. પત્રકારત્વના સિદ્ધાંતો માત્ર મુસ્લિમ આરોપી હોય અને હિન્દુ પીડિત હોય ત્યારે જ કેટલાક પત્રકાર અને મીડિયાને યાદ આવે છે.
આ દેશમાં અઘોષિત ઇસ્લામિક શાસન તો છે જ. કનૈયાલાલ દરજીની હત્યા પરથી બનેલી ‘ઉદયપુર ફાઇલ્સ’ નામની ફિલ્મ રજૂ કરવી હોય તો કાર્ટમાં બે-ત્રણ વાર યાચિકા પર ચુકાદા આવે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તેને લીલી ઝંડી આપે પછી જ તે રજૂ થઈ શકે છે, જ્યારે ‘યારિયાં’ ફિલ્મમાં ભારત માતાનું ચીરહરણ કર્યા પછી જ્યારે સૈનિક પુત્ર મરણપથારીએ હોય છે ત્યારે ટાપ એંગલથી ભારત માતાને એ રીતે બતાવવામાં આવે છે જેમાં તેનાં ઉરોજો દેખાય. અને સૈનિક પુત્ર માતાને કોઈ ગીત સંભળાવવા કહે છે ત્યારે માતા કયું ગીત ગાય છે? ‘શીલા કી જવાની’! આ બધું ચાલે.
‘દીવાર’માં કે અન્ય ઘણી ફિલ્મોમાં ભગવાન સામે આક્રોશ ઠાલવતા દેખાડાય કે ‘પીકે’માં શિવજીની મજાક ઉડાવાય તે ચાલે. તેને સેન્સર બાર્ડની અનુમતિ મળી જાય છે અને સરકારને પણ કોઈ વાંધો નથી હોતો.
સર્વોચ્ચ ન્યાયાલય હિન્દુના લિવ ઇન રિલેશનશિપને અનુમતિ આપે છે, પણ મુસ્લિમ યુવકના લિવ ઇન રિલેશન સામે અનુમતિ નથી આપતું કારણકે ઇસ્લામમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ પર પ્રતિબંધ છે. આવું તો હિન્દુ ધર્મમાં અને બીજા પંથોમાં પણ છે. તો ત્યાં કેમ લિવ ઇન રિલેશનશિપને અનુમતિ આપવામાં આવે છે? અને ઇસ્લામમાં અનુમતિ નહીં? તાજેતરમાં ૧૬ વર્ષની મુસ્લિમ કન્યાના લગ્નને મુસ્લિમ પર્સનલ લા મુજબ પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયે અનુમતિ આપી પરંતુ બાળ અધિકારોના રક્ષણ માટેના રાષ્ટ્રીય આયોગે (એનસીપીસીઆર)એ તેને સર્વોચ્ચમાં પડકાર્યું તો સર્વોચ્ચે પણ ૧૯ આૅગસ્ટ ૨૦૨૫એ અનુમતિ આપી. હિન્દુઓના કે હિન્દુવાદીઓના (દા. ત. નુપૂર શર્માના એફઆઈઆર ક્લબ કરવાના કેસમાં) કેસમાં સર્વોચ્ચ આકરી ટીપ્પણી કરે છે તેવી કોઈ ટીપ્પણી પણ આ કેસમાં ન કરી કે આવા અનુચિત પર્સનલ લા બદલવા જોઈએ અને સમાન નાગરિક સંહિતા લાવવી જોઈએ.
આ છટકબારીનો દુરુપયોગ કરી હિન્દુ કન્યાઓને મુસ્લિમ બનાવી તેનાં લગ્ન મુસ્લિમ સાથે કરાવી દેવાય છે. એ તો ઠીક, જેનો જન્મ મુસ્લિમ માતાપિતાને ત્યાં થયો છે તેવી કન્યાનાં ૧૬ વર્ષે લગ્ન યોગ્ય છે? એક તરફ, હિન્દુ બાળવિવાહ થાય તો ન્યાયાલય, મનોરંજન જગત, નારીવાદીઓ, મીડિયા, બુદ્ધુજીવીઓ તડાપીટ બોલાવવા લાગે છે, પરંતુ સગીર મુસ્લિમ કન્યાનાં લગ્ન બાબતે ચૂપ છે.
કાયદાનો ઉપયોગ કરીને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભેદભાવ કરતા આ અન્યાયને દૂર કરવો પડશે. એક અખલાક મરે છે તો આખું વિશ્વ ભારતને શબ્દરૂપી ચાબૂકે ફટકારવા લાગે છે, અખલાકનું નામ બધાના મગજમાં ફિટ થઈ જાય છે પરંતુ અમદાવાદની સેવન્થ ડે શાળાના મૃતક વિદ્યાર્થીનું નામ પણ જાહેર નથી કરાતું. કનૈયાલાલ દરજીના હત્યારાઓને જામીન મળી જાય છે. ૨૦૦૬ના મુંબઈ બામ્બ ધડાકાના બારે બાર આરોપીઓને ન્યાયાલય નિર્દોષ છોડી દે છે. આ બધું ક્યાં સુધી ચાલશે?