રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં માર્ગ મરામત-નવીનીકરણ અને રિસર્ફેસીંગ સહિતના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં માર્ગ મકાન રાજ્ય હસ્તકના કડીયાળી-ભેરાઈ-પીપાવાવ રોડને પહોળો કરવાનું કાર્ય કામ શરૂ કરવામાં આવ્યું છે. ૦૭.૦૦ મીટરની પહોળાઈ ધરાવતા હયાત સી.સી રોડ નવીનીકરણ સાથે ૧૦ મીટર પહોળો થશે. આ કામગીરી હાલ પ્રગતિમાં છે. નવો માર્ગ તૈયાર થવાથી પીપાવાવ પોર્ટ, રામપરા તથા ભેરાઈ આસપાસના ગામોના રહેવાસીઓની વાહનવ્યવહારની સુગમતામાં વધારો થશે.






































