અમરેલી જિલ્લામાં ઝેરી દવા પીવાના વધુ બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જાફરાબાદના કડીયાળી ગામે જૂની નિશાળ પાછળ રહેતા ધર્મેશભાઈ કાળુભાઈ મકવાણા (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈને તેની પત્ની સાથે ઘરકામ બાબતે ઝઘડો થતો હતો. જેથી મનમાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી. બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે. ખાંભાના ભુંડણી હિરપરા ગામે રહેતા અશ્વિનભાઈ નારણભાઈ મહિડા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનારનો નાનો દીકરો થોડા દિવસથી કજીયો કરતો હતો. તેથી તેના દીકરાના કજીયાથી કંટાળી માંડવીના દાણામાં પટ મારવાની ઝેરી દવી પી જતાં સારવારમાં દાખલ કર્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.