કડીના ભાવપુરા ખાતે ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પૂર્વ મંત્રી બચુ ખાબડ પડ નિવેદન આપ્યું હતું.
કડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કડી નગરપાલિકાના વોર્ડ નંબર ૬ અને ૯ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર તેમની પર નિશાન તાક્્યું હતું. કડી ખાતે એક કાર્યક્રમ દરમિયાન વાત કરતાં નિતિન પટેલે કહ્યું કે,હું કડીમાં બેઠો છું ત્યાં સુધી અહીં ખોટું નહીં થાય. તેમણે આગળ કહ્યું
આભાર – નિહારીકા રવિયા કે, તાલુકા પંચાયતમાં શું થાય છે એની હું કોઈ ખાતરી આપતો નથી, કારણ કે હું ત્યાં બેઠો નથી.
નિતિન પટેલે ગુજરાતની રાજનીતિમાં ચાલી રહેલા ફેરફારો અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, હમણાં ગુજરાતમાં બે-ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા. તેઓ મંત્રીમંડળમાં નથી રહ્યા, પણ એણે ખોટું કર્યું કે નહીં એ મને ખબર નથી. પરંતુ એમના પરિવાર કે ટેકેદારોમાંથી બે-પાંચ જણાએ ખોટું કર્યું હશે, એટલે એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નહીં. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. નિતિન પટેલે તેમના શબ્દોમાં સંકેત આપ્યો કે તેઓ હજુ રાજકીય પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે અને તેમના વિસ્તારમાં ખોટી પ્રવૃત્તિઓ થવા નહીં દેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
નીતિન પટેલે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ૧૯૯૦માં હું પ્રથમ વખત ધારાસભ્ય બન્યો અને ૧૯૯૫ પછી ગુજરાતમાં ભાજપની સરકાર બની. અને થોળ રોડ અને કરણનગર રોડ પરના અંડર બ્રિજ આપણે સરકારના ખર્ચે બનાવ્યા. તેમજ તે સમયે વિધાનસભાના સભ્યને ઓછી ગ્રાન્ટ મળતી છતાં ધીરે-ધીરે કડીનો વિકાસ કર્યો. તેમજ ચંપાબા ટાઉનહોલ પણ બનાવ્યો, જે અરુણ જેટલીની ૭૦ લાખની ગ્રાન્ટ અને નગરપાલિકાના ખર્ચમાંથી ૨૦૧૧-૧૨માં બન્યો હતો.