ગુજરાતના કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દોલતપર-દયાપર પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કચ્છના લખપતના દયાપર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક સહિત બેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. લખપતના દયાપર પાસે અકસ્માતના બનાવને પગલે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.