ઓસ્ટ્રેલીયાના ગ્રાઝ શહેરમાં એક શાળામાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં ૮ લોકોના મોત થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગોળીબારમાં શંકાસ્પદ ગુનેગારનું પણ મોત થયું છે. ઓસ્ટ્રેલીયાયા પ્રેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મેયર એલ્કે કાહરે આ ઘટનાને ‘ભયાનક દુર્ઘટના’ ગણાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં સાત વિદ્યાર્થીઓ અને એક પુખ્ત વયનો સમાવેશ થાય છે. કાહરે જણાવ્યું હતું કે ઘાયલ હાલતમાં ઘણા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પ્રાદેશિક અખબાર ક્લેઈન ઝેઈટુંગ અનુસાર, મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે, પોલીસ અને અન્ય ઇમરજન્સી વાહનો શાળાની આસપાસના વિસ્તારને સુરક્ષિત કરી રહ્યા છે અને ઓછામાં ઓછું એક પોલીસ હેલિકોપ્ટર વિસ્તાર પર ઉડી રહ્યું છે.

પોલીસે સોશિયલ મીડિયા સાઇટ ઠ પર માહિતી શેર કરી અને કહ્યું કે શાળા ખાલી કરાવી દેવામાં આવી છે અને દરેકને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ સુરક્ષિત બની ગઈ છે અને હવે કોઈ ખતરો નથી. ઓસ્ટ્રેલીયાયાનું બીજું સૌથી મોટું શહેર ગ્રાઝ, દેશના દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે અને તેની વસ્તી લગભગ ૩ લાખ છે.

શાળામાં ગોળીબારની ઘટના બાદ, ઓસ્ટ્રેલીયાયાના ગૃહમંત્રી ગેરહાર્ડ કોર્નર ગ્રાઝ શહેર જવા રવાના થઈ ગયા છે. “અમે પીડિતોના પરિવારો અને ઓસ્ટ્રેલીયાયાના ગ્રાઝ શહેર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગીએ છીએ. શાળામાં થયેલી આ ભયાનક ઘટના બાદ અમે શોકમાં સાથે ઉભા છીએ અને ન્યાયની માંગણી કરીએ છીએ,”ઇયુ પ્રવક્તા પૌલા પિન્હોએ બ્રસેલ્સમાં જણાવ્યું.