ભારતીય અંડર-૧૯ ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યાં વનડે શ્રેણી ૩-૨થી જીતી હતી. આ કારણોસર, મોટાભાગના એવા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સ્થાન મળ્યું છે જેમણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આયુષ મ્હાત્રેને કેપ્ટનશીપની જવાબદારી મળી છે અને વિહાન મલ્હોત્રાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમમાં કરિશ્માઈ ઓપનર વૈભવ સૂર્યવંશી સહિત ઘણા મુખ્ય ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે.
કેપ્ટન બનેલા આયુષ મહાત્રેએ આઇપીએલ ૨૦૨૫ માં આઇરીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી છે અને આઇપીએલ ૨૦૨૫ ની ૭ મેચોમાં કુલ ૨૪૦ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી એક અડધી સદી નીકળી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૧૦ ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જુનિયર પસંદગી સમિતિએ સપ્ટેમ્બરમાં આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-૧૯ ટીમની પસંદગી કરી છે.
ભારતીય અંડર-૧૯ ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસ પર યુથ વનડે શ્રેણી ૩-૨થી જીતી હતી, જ્યારે બે યુવા ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટોપ ઓર્ડરે ઇંગ્લેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કર્યું હતું. તેમાં વૈભવ સૂર્યવંશી, આયુષ મહાત્રે અને વિહાન મહોત્રાનો સમાવેશ થાય છે. સૂર્યવંશી અને વિહાનની સદીઓએ ભારતને વોર્સેસ્ટરમાં ચોથી મેચ જીતવામાં મદદ કરી, જેમાં પ્રથમ બેટિંગ કરતા ૩૬૩ રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે શ્રેણીની મેચો ૨૧, ૨૪ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ રમાશે. ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર અને ૭ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન બહુ-દિવસીય મેચો રમાશે. જુનિયર પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરી છે.
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનિલ પટેલ, ડી દીપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખિલન પટેલ, ઉદ્ધવ મોહન અને અમન ચૌહાણ.
સ્ટેન્ડબાય ખેલાડીઓઃ યુધજીત ગુહા, લક્ષ્મણ, બીકે કિશોર, અલંકૃત રાપોલ અને અર્ણવ બગ્ગા.