વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતાં. તેઓ અમદાવાદ એરપોર્ટ  પહોંચતા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમન સમયે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ  પંકજ જાશી, પોલીસ મહાનિદેશક  વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, એર માર્શલ એસ.નિવાસ, અમદાવાદ પોલીસ કમિશનર  જી.એસ.મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી અને અમદાવાદ કલેક્ટર  સુજીત કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શોના પ્રારંભ થયો હતો ંઆ રોડ શો નિકોલ ખાતે આવેલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી યોજાયો હતો અને આ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરસભાને સંબોધન કર્યું હતું.રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો જાડાયા હતાં રસ્તાના બંન્ને બાજુએ લોકોની ભારે ભીડ જાવા મળી હતી.વડાપ્રધાનને આવકારવા  લોકો બિÂલ્ડંગો પર ચઢી ગયા હતાં.સિંદૂર સાથે મહિલાઓએ વડાપ્રધાનનું વિશેષ સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા  હતાં. ત્યાં તેમને સ્મૃતિ ચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ફોટા લાગ્યા છે. એક મહિલા મહેંદીથી વડાપ્રધાનનો સ્કેચ બનાવી તેમનું સ્વાગત કરવા ઉપસ્થિતિ   રહી હતી. વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું રોડ શોમાં  સ્વદેશી અપનાવીશ’ના પોસ્ટર સાથે લોકો જાવા મળ્યા હતાં. નિકોલ અને નરોડા રોડ પર લોકોની ભીડ જામી હતી. રોડ શોમાં મહિલાઓ કરતાલ સાથે પહોંચી હતી. મહિલાઓ દ્વારા ભજન ગાઈ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. શા†ીય શ્લોક સાથે પંડિતો પણ વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા હતા. નિકોલમાં પીએમ મોદી જાહેરસભાને સંબોધી હતી નિકોલ ખાતેના ખોડલધામ મેદાનમાં યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાને  અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં કુલ રૂપિયા ૫,૫૦૦ કરોડના વિકાસ કાર્યોનું  લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે તો તમે રંગ રાખ્યો છે. ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. દેશમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ ઘટી રહી છે અને જ્યારે ટીવી પર વિનાશ લીલા જાઇએ છીએ ત્યારે પોતાને સંભાળવા મુશ્કેલ બની જાય છે. હું તમામ પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂં છું. પ્રકૃતિનો આ પ્રકોપ માનવજાત માટે, વિશ્વ માટે દેશ માટે પડકાર બન્યો છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકાર સાથે મળીને રાહત અને બચાવના કામમાં જાડાયેલી છે.ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્ર ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે આ બન્નેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થયું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશની,સમાજની રક્ષા કેવી રીતે કરાય, તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવડાવ્યું છે જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. આ જ ભાવ આજે ભારતના નિર્ણયમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે, દેશ જ નહીં દુનિયા અનુભવ કરી રહી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે જ્યારે હુલ્લડબાજા પતંગ ચગાવવા જેવી લાઇનમાં ઢાળી દે, કરફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી, આ અમારૂ લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઇ કરતી નહતી. આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જાયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. ૨૨ મિનિટમાં આ બધુ સફાચટ કરી નાખ્યું. સેકડો કિલોમીટર અંદર જઇને નક્કી કરેલા નિશાન પર વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશÂક્તનું પ્રતિક બની ગયું છે. ચરખાધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યું હતું. તેમણે કહ્યું કે ૬૦-૭૦ વર્ષ દેશ પર રાજ કરનારી કોંગ્રેસ પાર્ટીએ ભારતને આત્મનિર્ભર બનાવ્યું નહીં અને અન્ય દેશ પર વસ્તુઓ માટે આધાર રાખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં અગાઉ કફર્યું પડતાં હતાં પણ હવે અમદાવાદ સૌથી સુરક્ષિત શહેર છે.શહેરમાં મોટી મોટી ફેકટરીઓ છે. તેમણે કહ્યું હતું કે મોદી માટે દેશના નાગરિકોનું હિત સૌથી સર્વાેપરી છે મારી સરકાર લધુ ઉદ્યમીઓું અહિત નહીં થવા દે.તેમણે કહ્યું કે  ગુજરાતમાં બહેનોનું સૌથી મોટું યોગદાન છે મહિલાઓએ પશુપાલન કરીને ડેરી ઉદ્યોગને નંબર વન બનાવ્યો છે ખેડૂતોનો મોટો ફાળો રહ્યો છે ગુજરાત હવે સેમિકંડકટર સેકટરમાં મોટું નામ કરવા જઇ રહ્યું છે.વડોદરામાં પ્લેન પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.