ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે, જેની સાવચેતીના ભાગરુપે દ્વારકાના ઓખામાં દરિયા કાંઠાની સુરક્ષામાં વધારો કરાયો છે. દરિયામાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા કાંઠાની સુરક્ષા માટે સંયુક્ત પેટ્રોલિંગ શરુ કરી દેવાયું છે. તેમજ દરિયાઈ સીમા નજીક દરિયો ન ખેડવા અંગે માછીમારો તેમજ સ્થાનિકોને સૂચન આપવામાં આવી છે. તેમજ સ્થાનિક પોલીસ અને કોસ્ટગાર્ડ સરહદ વિસ્તારમાં સતત નજર રાખી રહ્યું છે. તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને દ્વારકાની દરિયાઈ વિસ્તારની સીમા સુરક્ષામાં વધારો કરાયો છે
ભારત અને પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી બોર્ડરને અડતા જિલ્લાઓ પર નજર રાખવા ઝ્રસ્ પટેલની સૂચનાનુસાર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમર્જન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ સરહદી જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જાણકારી મેળવી હતી.
કોઈ અનિચ્છનિય બનાવ ન બને, કોઈ ડરે નહી તે અંગે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જાશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશ્નર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.